New Update
/connect-gujarat/media/post_banners/053780fb469ee7c16659f295f1f5736666217d55f8127a1798c4738eb343138e.webp)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-૨ નાં સાડા ચાર કિલોમીટરનો સ્ટ્રેચ ડેવલપમેન્ટ કરવા માટે શોભા ડેવલપર્સ સાથે MoU કર્યા છે.
શોભા ડેવલપર્સ આ પ્રોજેક્ટ માટે આગામી પાંચ વર્ષમાં રૂ. ૧૦૦૦ કરોડનું રોકાણ કરશે અને આ સ્ટ્રેચનું ડેવલપમેન્ટ તેમનાં દ્વારા કરાશે.
આ MoU થવા અવસરે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીનાં મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન તથા મુખ્યમંત્રીનાં અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને શહેરી વિકાસ વિભાગનાં અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર ઉપસ્થિત રહ્યા હતા.