Connect Gujarat
ગુજરાત

નવા વર્ષની શરૂઆતથી જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, રાજ્યના 10 શહેરોમાં તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયું

નવા વર્ષની શરૂઆતથી જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, રાજ્યના 10 શહેરોમાં તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયું
X

Indiaનવા વર્ષની શરૂઆતથી જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. બુધવારે રાજ્યના 10 શહેરોમાં તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું છે. નલિયામાં 8.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. તો અમરેલીમાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 11.5, પોરબંદરમાં 11.2, કેશોદમાં 11 અને ડીસામાં 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો અમદાવાદમાં 14.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના અનુસાર, આગામી ચાર દિવસ તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. પરંતુ ચાર દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળશે. ઠંડીની સાથે રાજ્યના અનેક શહેરોમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું છે. વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. વાહનચાલકો હેડલાઈટ ચાલુ રાખી વાહન હંકારવા મજબૂર બન્યા છે.

Next Story