સુપરસ્ટાર નાનીએ પાન ઈન્ડિયા ફિલ્મ 'દસરા' સાથે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમબેક કર્યું , પહેલા દિવસે આટલા કરોડની કરી કમાણી

દક્ષિણના સુપરસ્ટાર નાનીએ પાન ઈન્ડિયા ફિલ્મ 'દસરા' સાથે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમબેક કર્યું છે. 30 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી નાની સ્ટારર ફિલ્મે જોરદાર ઓપનિંગ કરી છે. નોંધનીય બાબત છે કે દક્ષિણ ભારતીય ફિલ્મ જોવા માટે પ્રથમ દિવસે જ પ્રેક્ષકો થિયેટરોમાં ઉમટી પડ્યા હતા. પરિણામે 'દસરા'ની પ્રથમ દિવસની કમાણી પણ શાનદાર રહી છે. આવો જાણીએ કે શરૂઆતના દિવસે જ ટિકિટ બારી પર ફિલ્મે કેટલા કરોડ રૂપિયાની કમાણી કરી છે.
'દસરા'માં નાની અને કીર્તિ સુરેશની રોમેન્ટિક કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી છે. નાનીની એક્ટિંગના ફેન્સ વખાણ કરી રહ્યા છે. કોઈ પણ તામઝામ વગર બનાવેલી આ ફિલ્મના દરેક સીન ખૂબ જ જોરદાર છે.
ફિલ્મ તેની પકડ ક્યાંય છોડતી નથી. ફિલ્મનો ફર્સ્ટ હાફ હોય કે ઈન્ટરવલ હોય કે પછી ક્લાઈમેક્સ દરેક સીન તમારા રૂવાટા ઊભા કરી દે તેવા છે. આ કારણથી 'દસરા'નો ક્રેઝ દર્શકોના માથા ઉપર હાવી થઈ રહ્યો છે.
આ દરમિયાન 'દસરા'ની પહેલા દિવસની કમાણીનાં પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે. સેકલિનના રિપોર્ટ અનુસાર નાનીની ફિલ્મે ઓપનિંગ ડે પર 17 કરોડનો બિઝનેસ કર્યો છે. આ આંકડાઓ ખૂબ જ અદભૂત છે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફિલ્મ સપ્તાહના અંતે ખૂબ જ સારું કલેક્શન કરશે અને ટિકિટ વિન્ડો પર સાઉથની બીજી મોટી હિટની યાદીમાં સામેલ થશે.