સુરેન્દ્રનગર : ડ્રોન કેમેરા અને GPS સિસ્ટમ થકી કચ્છના રણમાં 2 દિવસીય ઘુડખર ગણતરીનો આજથી પ્રારંભ…

વન્ય પ્રાણી ઘુડખર જે શિડ્યુલ વન કક્ષાનું પ્રાણી છે,

New Update
સુરેન્દ્રનગર : ડ્રોન કેમેરા અને GPS  સિસ્ટમ થકી કચ્છના રણમાં 2 દિવસીય ઘુડખર ગણતરીનો આજથી પ્રારંભ…

સુરેન્દ્રનગર જીલ્લામાં કચ્છના નાના રણનો વિસ્તાર 4,953 ચોરસ કિલોમીટર છે. આ વિસ્તારમાં ઘુડખર અભયારણ્ય આવેલ છે. જેમાં આવેલ વન્ય પ્રાણી ઘુડખર જે શિડ્યુલ વન કક્ષાનું પ્રાણી છે, જે એશિયામાં ફક્ત આ અભ્યારણ્યમાં જોવા મળે છે. રાજ્ય સરકારના વનવિભાગ દ્વારા 5 વર્ષે આ પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે.

અત્યાર સુધીમાં 9 વખત આ ગણતરી કરવામાં આવી છે. છેલ્લે ગત 2020માં ઘુડખરની ગણતરી કરવામાં આવી હતી. જેની સંખ્યા તે વખતે 6,082 જેટલી હતી. ત્યારબાદ આજરોજ ફરી એક વખત 2 દિવસ માટે ગણતરી ઘુડખરની ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કાળઝાળ ગરમીની અંદર આ રણ વિસ્તારમાં તાપમાન વધુ હોય છે, ત્યારે વહેલી સવારે તેમજ મોડી સાંજે આ પ્રાણી વધુ સંખ્યામાં અને એક સાથે જોવા મળે છે. તે અલગ માટે રણની અંદર અલગ અલગ પોઇન્ટ પર ગણતરીકારોએ હાજર રહી ગણતરી શરૂ કરી છે.

જે વિસ્તારમાં ગણતરીકારો જઈ ન શકે તેવી જગ્યાએ ડ્રોન તેમજ બાયનોક્યુલર થકી જોઈને પણ ઘુડખરની ગણતરી કરવામાં આવી રહી છે. ઘુડખર ગણતરી દરમ્યાન નાયબ વન સંરક્ષક, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ફોરેસ્ટર, ગાર્ડ સહિત સ્વૈચ્છિક સંસ્થાના સભ્યો અને વાઈલ્ડ ફોટોગ્રાફરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories