ભરૂચ જીલ્લામાં સૌ પ્રથમવાર ઝઘડીયાના બલેશ્વર ગામે યોજાશે સમસ્ત વસાવા સમાજ-ગુજરાત દ્વારા “સ્વાભિમાન સભા”

New Update
ભરૂચ જીલ્લામાં સૌ પ્રથમવાર ઝઘડીયાના બલેશ્વર ગામે યોજાશે સમસ્ત વસાવા સમાજ-ગુજરાત દ્વારા “સ્વાભિમાન સભા”

સમસ્ત વસાવા સમાજ-ગુજરાત દ્વારા કરાયું આયોજન

ઝઘડીયાના બલેશ્વર ગામ ખાતે યોજાશે સ્વાભિમાન સભા

તા. 17મી ડિસેમ્બરે કરાયું સ્વાભિમાન સભાનું આયોજન

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બલેશ્વર ગામ સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું આગામી તા. 17મી ડિસેમ્બરના આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ જીલ્લામાં સૌ પ્રથમવાર સમસ્ત વસાવા સમાજ-ગુજરાત દ્વારા આયોજિત સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભામાં આદિવાસી સમાજના સાંસદ અને ધારાસભ્યો તેમજ પૂર્વ ધારાસભ્યો સહિત સમાજના તમામ આગેવાનો સભ્યો અને સ્વાભિમાન સભા આયોજક તથા સમસ્ત વસાવા સમાજ-ગુજરાતના કાર્યકારી પ્રમુખ ચન્દ્રકાંત વસાવા દ્વારા નિમંત્રણ પાઠવાયું છે. તો બીજી તરફ, ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારમાંથી આદિવાસી સમાજના આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેવું આયોજકોએ જણાવ્યું હતું. આ સાથે જ સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાના કાર્યક્રમ પૂર્વે બલેશ્વર ગામ સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Latest Stories