Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં કાળઝાળ ગરમી શરૂ, તાપમાનનો પારો પહોંચ્યો 38 ડિગ્રીને પાર

ગુજરાતમાં કાળઝાળ ગરમી શરૂ, તાપમાનનો પારો પહોંચ્યો 38 ડિગ્રીને પાર
X

રાજ્યમાં કાળઝાળ ગરમી શરુ થઈ ચૂકી છે. જેમાં 14 શહેરોમાં તાપમાન 36 ડિગ્રી પાર નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના તમામ શહેરોમાં તાપમાનનો પારો ઉચો ગયો છે. રાજ્યમાં તાપમાનનો પારો 38 ડિગ્રી પર પહોચ્યો છે. નલિયામાં સૌથી વધુ 38.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદની વાત કરીએ તો શહેરનું તાપમાન 36.1 ડિગ્રી નોંધાયું છે અને હજુ રાજ્યમાં તાપમાન ઉંચકાવવાની આગાહી કરાઈ છે. રાજ્યમાં માર્ચ મહિનાના પહેલા સપ્તાહથી ઠંડીએ ધીમેધીમે વિદાય લીધી છે અને ઉનાળાનો પ્રારંભ થતા ગરમીનું પ્રમાણ વધ્યુ છે. જો કે તાપમાનનો પારો ઉચકાતા લોકોએ હવે કાળઝાળ ગરમી સહન કરવી પડશે.

ઉનાળાનો ધીમા પગલે પ્રારંભ થઈ ગયો છે. આ વર્ષે શરૂઆતથી જ તાપમાન ઉંચકાવા માંડયુ છે. જેના પગલે હોળી પહેલાં કાળઝાળ ગરમીનો સામનો કરવા લોકોએ તૈયાર રહેવુ પડશે. છેલ્લા ચારેક દિવસથી રાત્રે થોડી ઘણી હજુ ઠંડક અનુભવાય છે પરંતુ દિવસે સવારથી જ ગરમી પડી રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોનુ મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ નોંધાયુ છે. આ મહિનાના અંતમાં હજુ તાપમાન ઉંચકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં તળાવો પણ સૂકાવા લાગ્યા છે અને ગરમીની શરૂઆત થતાં જ બોર અને કૂવાના તળ પણ ઊંડા જઈ રહ્યા છે.

Next Story