/connect-gujarat/media/post_banners/9ba190dc4c7c149d6f1483d9c060ae1b244c2c3c40fe857711c98ac1df53ae94.webp)
ચૂંટણી પંચ સોમવારે (9 ઓક્ટોબર) બપોરે 12 વાગ્યે પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર કરશે. આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ રાજ્યોમાં નવેમ્બરના બીજા સપ્તાહથી ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધી અલગ-અલગ તારીખો અને તબક્કામાં મતદાન થઈ શકે છે. ગત વખતની જેમ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગણામાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થઈ શકે છે. જોકે, મતદાનની તારીખ બદલાય તેવી આશા છે. પરંતુ તમામ ચૂંટણી રાજ્યોની મતગણતરી એકસાથે કરાવવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચ દિલ્હીમાં ઓલ ઈન્ડિયા રેડિયોના રંગ ભવન ઓડિટોરિયમમાં તારીખોની જાહેરાત કરશે. આ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ચૂંટણી પંચના મહત્વના અધિકારીઓ હાજર રહેશે.