/connect-gujarat/media/post_banners/801d15d70bb553025f70e00fd80ed813fb6a43fd358c10df9d117dd49c130790.webp)
પવનની દિશા બદલાતા ગુજરાતમાં હવેથી ઉત્તરના ઠંડા પવનો શરૂ થઇ ગયા છે, જેના લીધે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ હવે ધીરે-ધીરે વધવા લાગ્યું છે. મોટા ભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ તાપમાનમાં ઘટાડો થતાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે. ગુજરાતમાં બે જ દિવસમાં ઠંડીનો પારો 15થી 16 ડિગ્રી થવાની શક્યતા રહેલી છે.
આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પંજાબથી કાશ્મીર સુધી પહોંચવા ઉપરાંત હિમાલયના બર્ફીલા પવનનું પણ રાજ્યમાં જોર વધશે. મંગળવારના રોજ સવારથી શરૂ થયેલાં ઠંડા પવનોના કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 0.4 ડિગ્રીથી ઘટીને 34.7 તેમજ લઘુત્તમ તાપમાન 1.7 ડિગ્રી ગગડીને 17.2 ડિગ્રીએ પહોંચ્યું હતું. અમદાવાદમાં અત્યારે 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.