Connect Gujarat
ગુજરાત

ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં નાખશે ધામા

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ તમામ પક્ષોએ પ્રચાર-પ્રસાર વેગીલો બનાવ્યો છે. ભાજપ દ્વારા પીએમ મોદીની 20મી ચાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં નાખશે ધામા
X

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ તમામ પક્ષોએ પ્રચાર-પ્રસાર વેગીલો બનાવ્યો છે. ભાજપ દ્વારા પીએમ મોદીની 20મી ચાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. 20 નવેમ્બરે પીએમ મોદી સૌરાષ્ટ્રમાં ચાર સભા ગજવશે. તેઓ વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદમાં જનસભા સંબોધશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર થઈ ગઈ છે. ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રધાનમંત્રી મોદી, કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસ, આસામના મુખ્યમંત્રી હેમંત શર્મા બિસ્વા સહિતના નેતાઓને સ્ટાર પ્રચારક બનાવાયા છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં અભિનેતા પરેશ રાવલ, હેમા માલિની, રવિ કિશન, મનોજ તિવારીના નામ સામેલ છે. આ સિવાય ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંતા બિસ્વા શર્મા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ સ્ટાર પ્રચારક હશે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બંનેએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. બીજી તરફ અભિનેતા પરેશ રાવલ ઉપરાંત ભોજપુરી ગાયક અને પાર્ટીના સાંસદ મનોજ તિવારી, અભિનેતા-રાજકારણી રવિ કિશન અને ગાયક-રાજકારણી દિનેશ લાલ યાદવ 'નિરહુઆ' પણ આ યાદીમાં છે.

Next Story