હવામાન વિભાગે 5 જાન્યુઆરી બાદ ઠંડી પડવાના આપ્યાં સંકેત, રાજ્યમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડી અનુભવાશે.

New Update
નવા વર્ષની શરૂઆતથી જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, રાજ્યના 10 શહેરોમાં તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયું

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. માત્ર મોડી રાત્રે અને વહેલી સવારમાં ઠંડીનો અનુભવ થાય છે ત્યારબાદ ગરમી રહે છે. સરેરાસ માટો ભાગના શહેરોમાં 17 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળી રહ્યું છે. જો કે હવામાન વિભાગે 5 જાન્યુઆરી બાદ ઠંડી પડવાના સંકેત આપ્યાં છે. 5 જાન્યુઆરી બાદ તાપમાનનો પારો ગગડતાં ઠંડી અનુભવાશે.

જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ બાદ ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ નલિયા, પોરબંદર અને પાટનગર ગાંધીનગરમાં 15 ડિગ્રીથી નીચે લધુતમ તાપમાન નોંધાયું છે. તો ભૂજ, રાજકોટ, અમરેલીમાં તાપમાનનો પારો ગગડીને 16 ડિગ્રીની નીચે પહોંચ્યો છે.

અમદાવાદમાં સતત ચોથા દિવસે લધુતમ તાપમાન 16 ડિગ્રીથી વધુ રહ્યું હોવાથી નહિવત ઠંડી છે. આગામી પાંચ દિવસ અમદાવાદમાં 15થી 17 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 5 જાન્યુઆરી બાદ અમદાવાદમાં ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Latest Stories