Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી
X

ગુજરાતમાં થોડા દિવસથી વરસાદે વિરામ લીધો છે. વરાપ નીકળતા ખેડૂતો પણ પોતાની કામગીરીમાં જોતરાયા છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવાયા અનુસાર આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોના વાતાવરણમાં બદલાવ આવી શકે છે.

હવામાન વિભાગ દ્વારા જણાવાયા અનુઆર સમગ્ર સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. તો બીજી બાજુ આ આગાહીને પગલે જામનગર, રાજકોટ સહિતના શહેરોના વાતાવરણમાં બદલાવ પણ જોવા મળી રહ્યો છે. વધુમાં વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદામાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ આજે મેઘમલ્હાર થઈ શકે છે અને દાહોદ, પંચમહાલ, ખેડામાં પણ વરસાદી માહોલ જોવા મળશે.

Next Story