હવામાન વિભાગે આગામી ૩ દિવસ બાદ આટલા ડિગ્રી તાપમાન વધવાની કરી આગાહી

આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થશે. જેના પગલે ગરમીનો પારો ઉચકશે.

New Update
હવામાન વિભાગે આગામી ૩ દિવસ બાદ આટલા ડિગ્રી તાપમાન વધવાની કરી આગાહી

રાજ્યના હવામાનને લઈ ફરી એકવાર આગાહી સામે આવી છે. જે મુજબ હવે રાજ્યના તાપમાનમાં વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તાપમાન ઉંચકાશે. આગામી 3 દિવસ તાપમાન યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થશે. જેના પગલે ગરમીનો પારો ઉચકશે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે. 3 દિવસ બાદ 3થી 4 ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાંથી ગુજરાતીઓને રાહત મળશે અને ગરમીનુ અહેસાસ થશે. હવામાન વિભાગે એ પણ જણાવ્યું કે, ગરમીની સાથે સાથે ઉત્તર ગુજરાત કોસ્ટમાં ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાત કોસ્ટમાં ઉત્તર પૂર્વીય પવન રહેશે