પુરી પછીની સૌથી પૌરાણિક રથયાત્રા : ભરૂચના ફુરજા વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા યોજાયો રથયાત્રા મહોત્સવ...

પુરી પછીની સૌથી પૌરાણિક રથયાત્રા : ભરૂચના ફુરજા વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા યોજાયો રથયાત્રા મહોત્સવ...
New Update

250 વર્ષથી સમસ્ત ભોઈ પંચ દ્વારા યોજાતી રથયાત્રા

ફુરજા વિસ્તારમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી

ઢોલ શરણાઈના સુરો વચ્ચે ભજનોની રમઝટ છવાય


પુરી પછીની સૌથી પૌરાણિક રથયાત્રા : ભરૂચના ફુરજા વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા યોજાયો રથયાત્રા મહોત્સવ...

ભરૂચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરેથી ઓરિસ્સાના પુરી પછી સૌથી પૌરાણિક અને છેલ્લા 250 વર્ષોથી સમસ્ત ભોઈ પંચ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે અષાઢી બીજના પવિત્ર દિવસે પરંપરાગત વસ્ત્ર પરિધાન સાથે ભોઈ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. આ રથયાત્રા દરમ્યાન ઢોલી અને શરણાઈના સુરો સાથે ભજનોની રમઝટ વચ્ચે રથમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન થઈ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા સહિત મોટી સંખ્યામાં ભોઈ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ, રથયાત્રા મહોત્સવ દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે વડોદરા રેન્જ આઇજી સંદીપસિંઘ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલના માર્ગદર્શન મુજબ રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.

#Gujarat #ConnectGujarat #puri #Rath Yatra #Rath Yatra Festival organized #Bhoi Samaj
Here are a few more articles:
Read the Next Article