/connect-gujarat/media/post_banners/56a7ed07e45ec84f4652c7070499e2a759af1f8b862fb351c9b764f51867ed5b.webp)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓએ આજ થી વિધિવત ચાર્જ સંભાળી લીધો છે. આ દરમિયાન આજે ગુજરાત વિધાનસભાના સત્રને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. 15મી ગુજરાત વિધાનસભાનું એક દિવસીય શિયાળુ સત્ર 20 ડિસેમ્બરે મળશે.
સત્રમાં 15મી વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થશે. અધ્યક્ષની ચૂંટણી પહેલાં પ્રોટેમ સ્પીકરની વરણી કરવામાં આવશે. 19 ડિસેમ્બરે પ્રોટેમ સ્પીકર તમામ ધારાસભ્યોને પદના શપથ લેવડાવશે. વિધાનસભાના બે દિવસીય સત્રમાં રાજ્યપાલનું સંબોધન પણ યોજાશે.
નવું વર્ષ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. એક તરફ જ્યાં બાળકોમાં ક્રિસમસ અને નવા વર્ષની રજાઓનો ઉત્સાહ પહેલેથી જ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ તેમના વાલીઓ વર્ષ 2023માં આવતી રજાઓને લઈને ચિંતિત છે. જ્યારે બાળકોની રજાઓની પહેલાથી જ જાણ થઈ જાય ત્યારે માતાપિતા માટે વેકેશનનો પ્લાન બનાવવો અથવા ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવવો સરળ છે. વર્ષ 2023માં કુલ 121 રજાઓ પડી રહી છે, એટલે કે આખા 4 મહિના માટે. જોકે, આ રજાઓમાં 53 રવિવારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ તેમાં ઉનાળુ વેકેશન અને શિયાળુ વેકેશન સામેલ નથી.