રાજ્યમાં સતત ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. રવિવારે 15 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું જેમાં નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદમાં 16.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 13 ડિસેમ્બર બાદ ઠંડીમાં હજુ પણ વધારો થશે. રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો પોરબંદરમાં 13.4 ડિગ્રી, ડીસામાં 14 ડિગ્રી, રાજકોટમાં 14.2 ડિગ્રી, કેશોદમાં 14.2 ડિગ્રી, ભૂજમાં 14.8 ડિગ્રી તાપમાન રહ્યું તો ગાંધીનગરમાં 15 ડિગ્રી, સુરેદ્રનગરમાં 16 ડિગ્રી, મહુવામાં 16.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો વડોદરમાં 17.6, ભાવનગરમાં 17.9, વેરાવળમાં 18.7 અને દ્વારકામાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 7 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની કોઇ શક્યતા નથી. જો કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી કરી હતી કે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. અંબાલાલ પટેલના મતે અરબ સાગરમાં વાવાઝોડું ઉદભવશે. જોકે આ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇ જશે. પરંતુ 14 થી 20 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં માવઠું પડશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે, 12 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પણ પડશે.