Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો, હવામાન વિભાગે આજે અને આવતી કાલે વરસાદની કરી આગાહી

રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો, હવામાન વિભાગે આજે અને આવતી કાલે વરસાદની કરી આગાહી
X

ચોમાસાએ વિધિવત વિદાય લઇ લીધા બાદ છેલ્લા 2 દિવસથી ફરી રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, હવામાન વિભાગે હજુ પણ 2 દિવસ એટલે કે આજે અને આવતી કાલે વરસાદની આગાહી કરી છે.

આજે અને આવતીકાલે એમ બે દિવસ કમોસમી વરસાદનો હવામાન વિભાગનો અનુમાન છે. નોંધનિય છે. આજથી શારદિય નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે નવરાત્રિના પ્રારંભે જ વરસાદની આગાહીએ ખેલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતા જગાડી છે. આજે અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા તો સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. ગઇ કાલે પણ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યાં હતા રાજકોટ શહેર સહિત આસપાસના ગામડામાં પણ વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છમાં વરસાદી ઝાપટા પડ્યાં હતા. ભચાઉ તાલુકાનાં ચોબારી ગામમાં વરસાદ વરસ્યો હતો. દિવસભર ભારે બફારા અને ગરમી બાદ વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજકટો, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી.

Next Story