/connect-gujarat/media/post_banners/1a70b17106616cc0265f15aea92922167bb90998a1e7662dee18e3bb8d68f30d.webp)
લોકસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમજ રાજકીય માહોલ ગરમાતો જાય છે. કયાંક રાજીનામા તો કયાંક નિવેદબાજીઓ સામે આવી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાના ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. જ્યારે તેમના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે. અત્રે જણાવીએ કે, રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે.
/connect-gujarat/media/post_attachments/ee8db61a7f1146d1ed36515dd4b33974fa073716d5f032e2100c025af3298d96.webp)
કોંગ્રેસના રોહન ગુપ્તાએ લોકસભા ચૂંટણી લડવાને ઈન્કાર કર્યો છે. તેમને અમદાવાદ પૂર્વ બેઠક પરથી ટિકિટ મળી હતી. અત્રે જણાવીએ કે, ઉમેદવારી પરત ખેંચવાને લઈ તેમણે કારણમાં પિતાની નાદુરસ્ત તબિયત અંગે જણાવ્યું છે.રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાથી રાજીનામું આપ્યું છે. તેઓ 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહ્યા બાદ અચાનક જ રાજીનામું આપ્યું છે. જેઓ કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી રહી ચૂક્યા છે. નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે.