Connect Gujarat
ગુજરાત

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, કેવડિયા ખાતે આજે મિશન લાઈફનું લોન્ચિંગ કરશે.

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી કેવડિયા ખાતે આજે મિશન લાઈફનું લોન્ચિંગ કરશે.

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ,  કેવડિયા ખાતે આજે મિશન લાઈફનું લોન્ચિંગ કરશે.
X

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી કેવડિયા ખાતે આજે મિશન લાઈફનું લોન્ચિંગ કરશે. વડાપ્રધાન મોદી આજે નર્મદાના એકતાનગર એટલે કે કેવડિયાના પ્રવાસે છે. જ્યાં તેઓ મિશન લાઈફનું લોન્ચિંગ કરશે. આ કૉન્ફરંસમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ Antonio Guterres ઉપસ્થિત રહેશે.

યુએન મહાસચિવ વડાપ્રધાન મોદી સાથે સ્ટેચ્યુ ઑફ યુનિટી પરિસરને નિહાળશે અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ દરમિયાન બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે અલગથી એક બેઠક થવાની પણ શક્યતા છે. મિશન લાઈફ 2022થી 2028ના સમયગાળામાં પર્યાવરણના રક્ષણ અને સંરક્ષણ માટે વ્યક્તિગત અને સામૂહિક પગલા લેવા માટે ઓછામાં ઓછા એક અબજ ભારતીયો અને અન્ય વૈશ્વિક નાગરિકોને એકત્રિત કરવાના ઉદ્દેશ સાથે ડિઝાઈન કરવામાં આવ્યુ છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ મુજબ જો આઠ અબજની વૈશ્વિક વસ્તીમાંથી એક અબજ લોકો જો તેમના રોજિંદા જીવનમાં પર્યાવરણને અનુકુળ વર્તન અપનાવે તો વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં 20 ટકા સુધીનો ઘટાડો આવી શકે છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નર્મદા અને તાપી જિલ્લાની મુલાકાતે

- વડાપ્રધાન તાપીના ગુણસદા ખાતેથી રુપિયા 2100 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ

- રૂ. 2100 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

- તાપી-નર્મદા-સુરત જિલ્લામાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

- સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા કોરિડોરની કામગીરીનો કરાવશે શુભારંભ

- પ્રથમ તબક્કામાં 92 કિમી લંબાઇ પર કામગીરી કરવામાં આવશે

- કુલ ₹1669 કરોડના ખર્ચે આ સમગ્ર રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે

- ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાંથી પસાર થશે સાપુતારા - સ્ટેચ્યુ ઓફ યુનિટી કોરિડોર

- પ્રવાસીઓ ઉકાઈ ડેમ, કુદરતી સૌંદર્ય અને ધોધની મજા માણી શકશે

- ગુજરાત પાણી પુરવઠા વિભાગના રુ. 302 કરોડના 3 કામોનું ખાતમુહૂર્ત કરશે

- નર્મદાના એક અને તાપી જિલ્લાના 3 કામોનું કરશે ખાતમુહૂર્ત

- ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગના 6 કામોનું ખાતમુહૂર્ત અને 5 કામોનું લોકાર્પણ કરશે

- ઉર્જા વિભાગના રૂ. 220 કરોડના 6 કામોનું ખાતમુહૂર્ત અને 5 કામોનું લોકાર્પણ કરશે

Next Story