Connect Gujarat
ગુજરાત

આજે થશે નવા ડીજીપીના નામની જાહેરાત ,સંજય શ્રીવાસ્તવ અથવા અતુલ કરવાલ બનશે ડીજીપી

આજે થશે નવા ડીજીપીના નામની જાહેરાત ,સંજય શ્રીવાસ્તવ અથવા અતુલ કરવાલ બનશે ડીજીપી
X

31 જાન્યુઆરીના રોજ એટલે કે આજે ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જે દરમિયાનમાં હવે આ પદ પર કયા અધિકારીને મુકવામાં આવશે તેને લઈને ચર્ચાઓનો દૌર ચાલી રહ્યો છે. આજે આ ચર્ચા નો અંત આવી શકે છે. આજે ગુજરાત રાજ્યના પોલીસ વડાના નામની જાહેરાત થશે તે નક્કી મનાય છે.ગુજરાતના નવા ડીજીપી તરીકેનો પદભાર કોને મળશે તે માટે વિવિધ ચર્ચા ચાલી છે.

આ રેસમાં સૌથી આગળ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને 1988 બેચના IPS અધિકારી અતુલ કરવાલ નું નામ ચાલી રહ્યું છે. મહત્વનું છે કે, અતુલ કરવાલ હાલ DG NDRF તરીકે ફરજ બજાવે છે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ડીજીપીનો ચાર્જ સોંપવામાં આવી શકે છે. જોકે હાલની સ્થિતિ એવી છે કે સંજય શ્રીવાસ્તવ પણ ત્રણેક મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા છે. એવામાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ છે કે મુખ્ય ડીજીપી તરીકે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે તેમની નિવૃત્તિ ઓછામાં ઓછા 6 મહિના બાકી હોવા જોઈએ. જેથી 3 મહિના માટે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ડીજીપીનો ચાર્જ સોંપવામાં આવે તેવી પણ શકયતા છે. જોકે, સરકાર હાલ શું નિર્ધારિત કરે છે તે કહેવું જરૂર મુશ્કેલ છે.

Next Story