Connect Gujarat
ગુજરાત

મુસીબતનું માવઠુ..! કમોસમી વરસાદે અમરેલીના ખેડૂતોની કમર તોડી નાખી, શિયાળુ પાકમાં ભારે નુકશાની થતાં ખેડૂતો સહાયની આશાએ...

કમોસમી માવઠાના કારણે ખેડૂતોના ઊભા પાક તુવેર, ડુંગળી અને જીરું સહિત અનેક પાકને નુકશાન પહોચ્યું છે, ત્યારે ખેડૂતો દ્વારા સરકાર પાસે નુકસાનીના સર્વેની આશા રાખી રહ્યા છે

X

અમરેલી જિલ્લામાં વરસેલા કમોસમી માવઠાના કારણે ખેડૂતોના ઊભા પાક તુવેર, ડુંગળી અને જીરું સહિત અનેક પાકને નુકશાન પહોચ્યું છે, ત્યારે ખેડૂતો દ્વારા સરકાર પાસે નુકસાનીના સર્વેની આશા રાખી યોગ્ય માંગ કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર એક જ અઠવાડિયામાં બીજીવાર કમોસમી માવઠા પડવાથી અમરેલી જિલ્લાના ખાંભા શહેર તેમજ ખડાધાર, ભાણીયા, ચતુરી, પીપળવા સહિત ગામ્ય વિસ્તારમાં ખેડૂતોને કુદરતે મોટી થપાટ મારી હોય તેમ તુવેર, ડુંગળી અને જીરું સહિત અનેક પાકને નુકશાન પહોચ્યું છે॰ શિયાળુ રવિપાક ને પણ ભારે નુકશાનની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. કમોસમી માવઠાથી ડુંગળીનો પાક પણ પલળી જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક જ કમોસમી વરસાદ વહેલી સવારે પડવાથી ખેડૂતોને ખેતીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે. અમરેલી જિલ્લામાં ખેડૂતને રવીપાક પર થોડી આશા હતી પણ એક જ અઠવાડિયામાં બીજીવાર કમોસમી માવઠું જાણે કહેર બની આવ્યું હોય તેમ ખેડૂતના રવીપાકમાં ધાણા,ડુંગળી તેમજ જીરું સહિતનો પાકને નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે ખેડૂતો દ્વારા સરકાર પાસે નુકસાનીના સર્વેની આશા રાખી યોગ્ય વળતરની માંગ કરી હતી.

Next Story