વલસાડ : મેમુ ટ્રેનના બોગીમાં પાણી લીકેજ થતાં મુસાફરોને હાલાકી

વલસાડથી ઉમરગામ તરફ જતી વડોદરા મેમુ ટ્રેનમાં અજીબ ઘટના બની હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. મેમુ ટ્રેનમાં પાણી લીકેજ થતા અનેક મુસાફરોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો...

New Update

ઉમરગામ તરફ જતી મેમુ ટ્રેનમાં બની અજીબ ઘટના

ટ્રેનની બોગીમાં પાણી લીકેજ થતા મુસાફરોને હાલાકી

બોગીમાં લીકેજ થતા વરસાદી પાણી જેવા દ્રશ્યો સર્જાયા

જાગૃત મુસાફરે મોબાઈલ કેમેરામાં વિડિયો કેદ કર્યા

રેલવે મેન્ટેનન્સ વિભાગની બેદરકારીના આક્ષેપ કર્યા

 વલસાડથી ઉમરગામ તરફ જતી વડોદરા મેમુ ટ્રેનમાં અજીબ ઘટના બની હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ટ્રેનની બોગીમાં પાણી લીકેજ થતા અનેક મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

આમ તો રેલવે વિભાગ મુસાફરોની સુવિધા માટે અનેક યોજનાઓનવી ટ્રેન સહિત સુરક્ષા તેમજ મુસાફરોની સલામતી ચોક્કસ જાળવે છે. પરંતુ ક્યારેક બેદરકાર રેલવે તંત્ર આ બધી સવલતો આપવામાં ક્યાક કાચું પણ પડે છે. મળતી માહિતી અનુસારવલસાડથી ઉમરગામ તરફ જતી વડોદરા મેમુ ટ્રેનમાં અજીબ ઘટના બની હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

મેમુ ટ્રેનમાં પાણી લીકેજ થતા અનેક મુસાફરોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. ટ્રેનમાં બોગીના ટોઇલેટની પાણીની ટાંકીમાં લીકેજ થતા જાણે વરસાદી પાણી વરસતું હોય તેવા દ્રશ્યો એક જાગૃત મુસાફરે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા. મુસાફરે આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કેરેલવે મેન્ટેનન્સ વિભાગની બેદરકારીના કારણે અનેક મુસાફરોને હાલાકી વેઠવી પડે છે. જેથી વહેલી તકે રેલવે વિભાગ આવી સમસ્યાઓનું નિરાકરણ લાવે તે જરૂરી બન્યું છે.

Latest Stories