Connect Gujarat
ગુજરાત

ગણેશ ઉત્સવ મનાવવાની પરંપરા સૌ પ્રથમ ક્યાથી શરૂ કરવામાં આવી? જાણીએ ઉત્સવ પાછળની કથા

ગણેશ ઉત્સવ મનાવવાની પરંપરા સૌ પ્રથમ ક્યાથી શરૂ કરવામાં આવી? જાણીએ ઉત્સવ પાછળની કથા
X

આ વર્ષે ગણેશ ઉત્સવની શરૂઆત મંગળવારથી થવા જય રહી છે, ભગવાન ગણેશને મંગલમૂર્તિ કહેવામા આવે છે, તેથી મંગળવાર અને ગણેશ ચતુર્થીનું સંયોજન ખૂબ જ શુભ મનાય છે, આ દિવસે રવિ યોગ, સ્વાતિ અને વિશાખા નક્ષત્ર પણ રહેશે, ગણેશ ઉત્સવ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ દસ દિવસીય ગણેશ ઉત્સવ 28 સપ્ટેમ્બર સુધી ચાલશે.

ગણેશ ઉત્સવને પૂરા ઉમંગ અને ઉલ્લાસ સાથે દેશભરમાં મનાવવામાં આવે છે, પરંતુ આ ઉત્સવ મનાવવાની પરંપરા સૌ પ્રથમ ક્યાથી શરૂ કરવામાં આવી તો ચાલો જાણીએ તે પાછળની કથા....

ગણેશ ઉત્સવની સૌ પ્રથમ શરૂઆત મહારાષ્ટ્રથી થઈ,ગણેશ ચતુર્થીના દિવસથી પ્રારંભ થઈ અને 11 દિવસ એટ્લે કે અનંત ચોથના ગણેશ પ્રતિમાઓનું વિસર્જનની સાથે પૂર્ણાહુતિ કરવામાં આવે છે, ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચોથને ગણેશચોથના રૂપમાં મનાવવામાં આવે છે, શિવપુરણ અનુસાર આ ઉત્સવ મનાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે, ભારતના દક્ષિણ અને પશ્ચિમ રાજ્યોમાં આ ઉત્સવને વિશેષ ધૂમધામથી મનાવવામાં આવે છે.


કહેવાય છે કે ભારતમાં જ્યારે પેશવાઓનું શાસન હતું ત્યારથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે, સવાઇ માધવ રાવ પેશવાના શાસનમાં પુણેના પ્રસિદ્ધ સનિવારવાડા નામના રાજમહેલમાં ભવ્ય ગણેશ ઉત્સવ મનાવવામાં આવતો હતો, જ્યારે અંગ્રેજો ભારત આવ્યા ત્યારે પેશવાઓના રાજ્ય પર અધિકાર કરી લીધો હતો ત્યારથી આ ઉત્સવની પરંપરા ઓછી થવા લાગી પરંતુ કોઈ પણ આ પરંપરા બંધના કરી શક્યું અને હિન્દુઓ પર અમુક પાબંધીઓ મૂકવામાં આવી.


માન્યતાઓ અનુસાર અમુક શાસનના ખોટા નિર્ણયોના કારણે હિન્દુઓમાં જ ધર્મ પ્રત્યે વિરોધ થવા લાગ્યો અને ધર્મ પ્રત્યે ઉદાસીનતા વધવા લાગી, તે જ સમયે મહાન ક્રાંતિકારી નેતા લોકમાન્ય તિલકના વિચારો કે હિન્દુ ધર્મને કેવી રીતે સંગટીથ કરી શકાય માટે લોકમાન્ય તિલકે વિચાર્યું કે શ્રી ગણેશ એક જ એવા દેવતા છે કે સમાજના દરેક સ્તરે પૂજાય છે, તેમણે હિન્દુઓને એક કરવા માટના ઉદ્દેશથી પૂણેમાં સન 1893માં સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી, ત્યારે એ નક્કી કરવામાં આવ્યું કે ભાદ્રપદ શુક્લ ચતુર્થીથી ભાદ્રપદ શુક્લ ચતુર્દશિ સુધી આ ગણેશ ઉત્સવ મનાવવામાં આવશે, અને ત્યારથી પૂરા મહારાષ્ટ્રમાં સિવાય બીજા ઘણા રાજ્યોમાં આ ઉત્સવ 11 દિવસ મનાવાય છે, ત્યારથી આ ઉત્સવ બીજા રાજ્યોમાં પણ ભક્તો મનાવવા લાગ્યા.

આ દસ દિવસ ભગવાન ગણેશની સ્થાપના કરી અને લિકો ભક્તિમાં લીન બને છે.


Next Story