24મી ઓગષ્ટે લેવાશે ગુજકેટની પરીક્ષા, એક બેન્ચ પર એક છાત્રને બેસાડાશે

New Update
24મી ઓગષ્ટે લેવાશે ગુજકેટની પરીક્ષા, એક બેન્ચ પર એક છાત્રને બેસાડાશે

માર્ચ મહિનાથી શાળાઓ અને કોલેજો બંધ છે ત્યારે 24મી ઓગષ્ટના રોજ ગુજકેટની પરીક્ષા યોજાવા જઇ રહી છે. મહિનાઓ બાદ વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની હાજરી જોવા મળશે. ભરૂચ જિલ્લામાંથી 3,705 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપવા જઇ રહયાં છે.

કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી 24મી ઓગષ્ટના રોજ ગુજકેટની પરીક્ષા યોજાવા જઇ રહી છે. ભરૂચ જિલ્લામાં 3,705 જેટલા છાત્રો ગુજકેટની પરીક્ષા આપશે અને તેના માટે 18 પરીક્ષા કેન્દ્રો ઉભા કરાશે. 18 બિલ્ડીંગમાં 190 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે.

સોશિયલ ડીસ્ટન્સીંગને ધ્યાનમાં રાખીને એક બેન્ચીસ પર એક જ પરીક્ષાર્થીને બેસાડવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી એન.એમ.મહેતાના અધ્યક્ષસ્થાને કેન્દ્ર સંચાલકોની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઇ હતી. ખાસ કરીને કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાંથી આવતાં વિદ્યાર્થીઓન઼ે થર્મલ સ્કેનિંગ બાદ જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. પરીક્ષા આપવા માટે આવતાં દરેક વિદ્યાર્થીએ માસ્ક પહેરવું ફરજિયાત છે.

Latest Stories