ભરૂચ જિલ્લાના જંબુસર નગર સ્થિત નવયુગ વિદ્યાલય ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના જંબુસર નગર સ્થિત નવયુગ વિદ્યાલય ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે આત્મ નિરીક્ષણ કાર્યક્રમની શરૂઆત ‘મુજે ઇસ દુનિયા મેં લાયા’ પ્રાર્થના બાદ શ્રીકૃષ્ણ જીવન આધારિત ગીત, શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે ગુરુપૂર્ણિમાનું મહત્વ તથા શાળાના શિક્ષક મુકેશ ચૌધરી એ જીવનમાં ગુરુનું સ્થાન વિશે ચિંતન આપ્યું હતું.
દરેક વિદ્યાર્થીઓએ શ્રીમદ્ ભગવદ્ ગીતા તથા શ્રી યોગેશ્વર કૃષ્ણની છબીનું પૂજન કર્યું હતું. અંતે બી.આર.સી. ભવન તરફથી શાળાના વિદ્યાર્થીઓને પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
