ગરમીના વાતાવરણ માં કોથમીરથી લઈને લીલા શાકભાજી જલ્દીથી બગડી જતાં હોય છે. આ ગરમીમાં જો કોથમીર ને પ્રોપર રીતે સ્ટોર કરવામાં ના આવે તો તે બગડી જાય છે. બજારમાં કોથમીર મળે છે. કોથમીરનો તમે અનેક રીતે ઉપયોગ કરી શકો છો. કોથમીરને સૂકવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. પરંતુ વાત કરવામાં આવે ગરમીમાં કોથમીર જલ્દીથી બગડી જતી હોય છે. તો આ કોથમીરને ફ્રેશ રાખવા માટે આજે અમે તમને ઘણી એવિ ટિપ્સ જણાવીશું કે જેનાથી કોથમીર એકદમ ફ્રેશ રહેશે અને ફ્રિજની પણ જરૂર નહિઁ પડે.
પાણીમાં કોથમીરની દંડીઓને રાખો
જયારે પણ તમે કોથમીરને બજારમાંથી લાવો ત્યારે સૌ પ્રથમ એક ગ્લાસ કે એક ડબ્બામાં પાણી ભરો. અને તેમાં કોથમીરની દાંડીઓ ડૂબાળો. આમ કરવાથી કોથમીર સુકાશે નહીં અને એકદમ ફ્રેશ રહેશે. આ પાણીનો ઉપયોગ તમે છોડમાં નાખવા માટે પણ કરી શકો છો. કોથમીરની દાંડીઓ ફ્રેશ હશે તો એ તાજી રહેશે. કોથમીરને બહારથી લાવીને પહેલા આ કામ કરો પછી જરૂર મુજબનું બીજું કામ કરો.
છાયડામાં રાખો
કોથમીરને હંમેશા છાયડામાં રાખો. છાયડામાં રાખીને ખુલ્લી હવામાં સુકવવાની આદત રાખો. તડકામાં કોથમીરને રાખવાથી તે જલ્દી બગડી જાય છે. કોથમીરને છાયડામાં રાખવાથી તે લોમબો સમય સુધી ફ્રેશ રહે છે. છાયડામાં રાખવામા આવેલ કોથમીરમાંથી તેના પોષક તત્વો નાશ પામતા નથી. આથી જ્યારે તમે તેને ખાવાના ઉપયોગમાં લો ત્યારે તેના પોષક તત્વો જળવાય રહે છે.
એર ટાઈટ ડબ્બામાં ભરીને રાખો
તમે જ્યારે બજારમાંથી કોથમીર લાવો છો ત્યારે તેને એર ટાઈટ ડબ્બામાં ભરીને રાખવામા આવે તો તે એકદમ ફ્રેશ રહે છે અને બગડતી પણ નથી. આ સિવાય તમે કોથમીરને ભીના ટીશ્યુ પેપરમાં પણ મૂકી શકો છો. આમ કરવાથી કોથમીર ફ્રેશ રહેશે.
બરફના પાણીથી ધોવાની આદત રાખો
ગરમીમાં કોથમીરને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે તમે કોથમીરને બરફના ઠંડા પાણીથી ધોવાનો આગ્રહ રાખો. ઠંડા પાણીથી કોથમીરના પણ એકદમ લીલાછમ રહેશે. આમ કરવાથી કોથમીર લાંબા સમય સુધી ફ્રેશ રહેશે.