/connect-gujarat/media/post_banners/aedaf27b6df82b27007d408d01878a3baa3d55ace320367bef059bd6960355ee.webp)
દરેક વ્યક્તિને એવું હોય છે કે તે સુંદર દેખાવ,પરંતુ જો કે, તણાવ, શરીરમાં પાણી અને જરૂરી પોષક તત્વોની ઉણપ, સનબર્ન અને પ્રદૂષણને કારણે ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે. જ્યારે બજારમાં ઉપલબ્ધ બ્યુટી પ્રોડક્ટ્સમાં કેમિકલ મળી આવે છે. આ વસ્તુઓનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ત્વચા પર ખરાબ અસર પડે છે. આ માટે ત્વચાની સંભાળ જરૂરી છે. જો તમે પણ ગ્લોઈંગ સ્કિન મેળવવા ઈચ્છો છો તો દરરોજ આ વસ્તુઓનું સેવન ચોક્કસ કરો.
બીટ :-
જો તમે ગ્લોઈંગ સ્કિન મેળવવા ઈચ્છો છો તો બીટનું સેવન કરી શકો છો. તેના ઉપયોગથી ત્વચામાં વધારાની ચમક આવે છે. બીટમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે ત્વચાની સમસ્યાઓથી રાહત આપવામાં મદદરૂપ થાય છે. આ શરીરમાં રહેલા ટોક્સિનને દૂર કરે છે. તેમજ ત્વચામાં ભેજ જળવાઈ રહે છે. સાથે જ ત્વચાની બળતરા પણ ઓછી થાય છે. આ માટે દરરોજ બીટનું સેવન કરો. તમે બીટનો રસ બનાવીને તેનું સેવન કરી શકો છો. જો તમે ઈચ્છો તો સલાડમાં બીટ પણ સામેલ કરી શકો છો.
કાકડી :-
કાકડીમાં પાણી ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેનું સેવન કરવાથી શરીર હાઇડ્રેટ રહે છે. તેમજ ત્વચામાં ભેજ જળવાઈ રહે છે. તેમાં બીટા કેરોટીન હોય છે, જે એન્ટી એજિંગનું કામ કરે છે. આ માટે રોજ કાકડી ખાઓ. તમે સલાડ અને નાસ્તામાં કાકડીનું સેવન કરી શકો છો.
એવોકાડો :-
ચહેરાની સુંદરતા જાળવી રાખવા માટે તમે એવોકાડોનું સેવન કરી શકો છો. તેમાં હેલ્ધી ફેટ હોય છે, જે ત્વચાને અંદરથી મોઇશ્ચરાઇઝ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. ઉપરાંત, એવોકાડો સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ત્વચાને રક્ષણ આપે છે. તેમાં વિટામિન E પણ જોવા મળે છે જે કોલેજનનું ઉત્પાદન વધારે છે. આ માટે રોજ અવશ્ય એવોકાડોનું સેવન કરો.
કેપ્સીકમ :-
કેપ્સિકમ ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે. તેમાં વિટામીન-સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે કોલેજનનું ઉત્પાદન વધારવામાં મદદરૂપ સાબિત થાય છે. આ સિવાય કેપ્સિકમમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ શરીરને ડિટોક્સીફાઈ કરે છે. આ ઉપરાંત ઈંડા અને ચીઝ ખાઓ.
પરંતુ આ બધી વસ્તુનો ખાવામાં ઉપયોગ કરતાં પહેલા ત્વચા સંબધિત કે કોઇ એલર્જી હોય તો તબીબીની સલાહ અવશ્ય લેવી જોઈએ.