નવસેકું પાણી તમારા શરીરને અનેક રીતે ફાયદાકારક છે. આ નવશેકું પાણી રાત્રે પીવાથી તમે સારી ઊંઘ મેળવી શકો છો. સૂતા પહેલા ગરમ પાણી પીવાની આદત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ખાસ કરીને રાત્રે ગરમ પાણી પીવાથી સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે, જેના કારણે રાત્રે ગરમ પાણી પીવાથી પાચનતંત્ર પણ સુધરે છે અને જો તમને શરદી કે ફ્લૂ હોય તો ગરમ પાણી મદદ કરે છે.
સામાન્ય પાણી કરતાં ગરમ પાણી આપણા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. ડૉક્ટરો પણ સવારની શરૂઆત હુંફાળા નાસ્તાથી કરવાની ભલામણ કરે છે. ગરમ પાણી પીવાથી આપણા સ્વાસ્થ્ય માટે માત્ર એક, બે નહીં પરંતુ અસંખ્ય ફાયદાઓ છે. હૂંફાળું પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે.
રાત્રે ગરમ પાણી પીવાથી સવારે શરીરમાંથી ઝેરી તત્વો આસાનીથી બહાર નીકળી જાય છે. રાત્રે ભોજન લીધા બાદ સુવાના એકાદ બે કલાક પહેલા ગરમ પાણી પીવાનું રાખો. ગરમ પાણી પીવાથી ખોરાક ઝડપથી પચવામાં અને યોગ્ય પાચન જાળવવામાં મદદ મળે છે. કબજિયાત, અપચો, ગેસ જેવી સમસ્યાઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો તમને વારંવાર તણાવ રહેતો હોય તો રાત્રે સૂતા પહેલા હૂંફાળું પાણી પીવો. આ તણાવ અને હતાશાને ઘટાડે છે જે ઊંઘમાં પણ સુધારો કરે છે.રાત્રે ગરમ પાણી પીવાથી વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.