અચાનક ખાંડ છોડવી એ પણ હાનિકારક... આટલું જાણો

અચાનક ખાંડ ખાવાનું સાવ છોડી દેવું એના કારણે પણ શરીર પર ગંભીર અસરો થતી હોય છે. ડાયાબિટીસ હોય તેમને ખાંડ અને મીઠી વસ્તુઓ ઓછી લેવાઈ સલાહ આપવામાં આવતી હોય છે

New Update
Khand

અચાનક ખાંડ ખાવાનું સાવ છોડી દેવું એના કારણે પણ શરીર પર ગંભીર અસરો થતી હોય છે. ડાયાબિટીસ હોય તેમને ખાંડ અને મીઠી વસ્તુઓ ઓછી લેવાઈ સલાહ આપવામાં આવતી હોય છે  આ રોગની ગંભીર અસરો શરીર પર થાય છે તેથી આ રોગથી બચવા માટે લોકો ખાંડ ખાવાનું છોડી પણ દેતા હોય છે. પરંતુ અચાનકથી ખાંડ ખાવાનું છોડી દેવું પણ જોખમી છે. ખાંડ બે પ્રકારની હોય છે એક નેચરલ સુગર અને એક પ્રોસેસ્ડ. પ્રાકૃતિક શુગર કેરીઅનાનસલીલીનાળિયેર જેવા ફળમાંથી મળે છે. અને પ્રોસેસ્ડ શુગર શેરડી અને બીટમાંથી તૈયાર કરવામાં આવે છે. ખાંડને કંટ્રોલમાં રહીને ખાવી યોગ્ય છે પરંતુ તેનો ઉપયોગ સાવ બંધ કરી દેવો સારો નથી.

ખાંડ બંધ કરી દેવાથી થતા નુકસાન : 

ઘણી રિસર્ચમાં  સાબિત થયું છે કે જો તમે અચાનક ખાંડ ખાવાનું છોડી દો છો તો શરીરમાં એવી જ અસર થાય છે જેમ નશો કરવાની આદત ધરાવતી વ્યક્તિ અચાનક નશો કરવાનું છોડી દે ત્યારે થાય છે. ખાંડનો ઉપયોગ ન કરો તો શરીરમાં સતત થાક જણાયમાથામાં દુખાવો થાયસ્વભાવ ચિડિયો થઈ જાય છે.

નેચરલ શુગર લેતા રહો :

ખાંડનો ઉપયોગ હંમેશા ધીરે ધીરે ઓછો કરવો જોઈએ. કારણ કે ખાંડ એનર્જીનો સોર્સ છે. અચાનક તેને બંધ કરી દેવાથી થાક લાગે છે. તમે પ્રોસેસ્ડ શુગર ખાવાનું છોડી શકો છો પરંતુ તેના વિકલ્પ તરીકે નેચરલ શુગરનો ઉપયોગ કરતા રહેવું. જેથી શરીરને જરૂરી ઉર્જા મળતી રહે.

Latest Stories