/connect-gujarat/media/post_banners/85e59c8c197f11e1b607cf43b4a31a8451657c9263ddaf1fea4babbf62aa759d.webp)
સામાન્ય રીતે ઠંડી કરતા ગરમીની અસર સ્કિન પર વધારે થાય છે. ગરમીમાં દરેક વ્યક્તિને પરસેવો વધારે થાય છે. પરસેવો વધારે થવાને કારણે સ્કિન ડલ પડવા લાગે છે અને સાથે કાળી પણ પડે છે. આમ, હવેથી તમે નોટિસ કરજો કે તમે જ્યારે પણ તડકામાં બહાર નિકળો છો અને પછી ઘરમાં આવો છો ત્યારે તમારી સ્કિન ડલ લાગે છે અને સાથે તમે થોડા શ્યામ પણ દેખાવો છો. આ બધી જ અસર તડકાની હોય છે. કાળઝાળ ગરમીમાં જ્યારે બહાર નિકળીએ ત્યારે સ્કિન પણ બળતી હોય છે. આમ, તમે આ ઘરેલુ ફેસ પેકનો ઉપયોગ કરો છો તો સ્કિન પર તડકાની કોઇ અસર થતી નથી.
સામગ્રી
3 ચમચી મેશ કરેલુ કેળુ
બે ચમચી બેસન
બે ચમચી લીંબુનો રસ
બનાવવાની રીત
આ હોમમેડ ફેસ પેક બનાવવા માટે સૌ પ્રથમ એક કેળુ લો અને એની છાલ કાઢી લો. પછી આ કેળાને ચમચીની મદદથી તમે મેશ કરી લો. મેશ કરી લીધા પછી આ કેળાને એક બાઉલમાં લઇ લો. આમ, જરૂર મુજબ કેળાને મેશ કરવાનું રહેશે. હવે આ બાઉલમાં ચણાનો લોટ અને લીંબુનો રસ નાખીને બરાબર મિક્સ કરો. તમને આ પેસ્ટ ઘટ્ટ લાગે છે તો તમે ગુલાબ જળ મિક્સ કરી શકો છો. ગુલાબ જળ મિક્સ કરીને પેસ્ટને બરાબર હલાવો. તો તૈયાર છે હોમમેડ ફેસ પેક.
જાણો ફેસ પેક લગાવવાની રીત
આ ફેસ પેક લગાવવા માટે સૌ પ્રથમ ફેસને ચોખ્ખા પાણીથી ધોઇ લો. પછી આ પેક લગાવો અને 10 થી 15 મિનિટ માટે રહેવા દો. પછી ઠંડા પાણીથી મોં ધોઇ લો. આ ફેસ પેક તમારે અઠવાડિયામાં બેથી ત્રણ વાર લગાવવાનો રહેશે. આ ફેસ પેકથી તડકામાં પડેલી કાળી સ્કિનમાંથી છૂટકારો અપાવે છે અને સાથે તમારા ફેસ પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવે છે