હળદર એ એક એવો મસાલો છે જે દરેક ઘરના રસોડામાં જોવા મળતી હોય છે. હળદરના ઉપયોગથી ભોજનનો રંગ અને સ્વાદ બંને વધતાં હોય છે. આ હળદર ઔષધિ તરીકે પણ કામ કરે છે. હળદર ઘણી બધી બીમાઈઓમાં દવા તરીકે પણ વપરાય છે. હળદરના અનેક ફાયદાઓ છે.
આજકાલ અમુક સેલિબ્રિટિ ને પણ કહેતા સાંભળ્યા હશે કે તેવું હળદરનું પાણી પીવે છે, બિલકુલ હળદરનું પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. હળદરનું પાણી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં પણ હળદર કામ કરે છે. પરંતુ હળદરનું પાણી યોગ્ય રીતે બનાવેલું હોવું જોઈએ અને યોગ્ય સમયે તેનું સેવન કરવું જ હિતાવહ છે.
હળદરનું પાણી પીવાથી થતાં ફાયદા
રોજ તમે હળદરનું પાણી પીવો તો ઈમ્યુનિટી બુસ્ટ થાય છે. હળદરમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ, એન્ટિબેક્ટેરિયલ ગુણ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેનાથી બીમારીઓથી બચવામાં મદદ મળી રહે છે.
ડાયાબિટીસના દર્દીઓએ પણ હળદરનું પાણી રોજ પીવું જોઈએ. આ પાણી પીવાથી ઇન્સ્યુલિન કુદરતી રીતે વધે છે. તેનાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ થાય છે.