ડાયાબિટીસના દર્દી માટે ગુણકારી છે આ ફળ, 5 રીતે કરી શકો છો સેવન, ખાવાથી થાય છે અનેક લાભ

ડાયાબિટીસના દર્દી માટે જાંબુ સુપર ફ્રુટ સમાન છે. તેમાં જંબોલીન નામનું કમ્પાઉન્ડ હોય છે જે બ્લડ સુગર લેવલને ઘટાડે છે અને ઇન્સ્યુલિન સેન્સેટિવિટી વધારે છે.

New Update
ડાયાબિટીસના દર્દી માટે ગુણકારી છે આ ફળ, 5 રીતે કરી શકો છો સેવન, ખાવાથી થાય છે અનેક લાભ

ડાયાબિટીસને જળમૂળથી દૂર કરવાનો ઉપાય કોઈ વૈજ્ઞાનિક શોધી શક્યા નથી. પરંતુ કેટલીક હેલ્ધી વસ્તુઓનું નિયમિત સેવન કરવાથી તમે તમારા શરીરની સ્થિતિને સુધારી શકો છો. સ્વાસ્થ્ય નિષ્ણાંતો ડાયાબિટીસના દર્દીઓને કેટલીક વસ્તુઓ ખાવાની સલાહ આપતા હોય છે. આ વસ્તુઓ એવી હોય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. આવી જ વસ્તુઓમાંથી એક છે જાંબુ. ડાયાબિટીસના દર્દી માટે જાંબુ સુપર ફ્રુટ સમાન છે. તેમાં જંબોલીન નામનું કમ્પાઉન્ડ હોય છે જે બ્લડ સુગર લેવલને ઘટાડે છે અને ઇન્સ્યુલિન સેન્સેટિવિટી વધારે છે.

જાંબુમાં ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ, એન્ટિઓક્સિડન્ટ, પોટેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, વિટામીન b6 અને વિટામીન સી જેવા મહત્વના પોષક તત્વો હોય છે. જાંબુ ને ફળ તરીકે તો ખાઈ શકાય છે પરંતુ તેને અલગ અલગ રીતે પણ ખાઈ શકાય છે. તમે આ રીતે પણ જાંબુનું સેવન કરશો તો પણ બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહેશે.

જાંબુનું સલાડ:-

જે લોકોને ફ્રુટ સલાટ ખાવાનું પસંદ છે તેમણે જાંબુનું સલાડ પણ ટ્રાય કરવું જોઈએ. તમે સલાડની સાથે જાંબુના ટુકડા એડ કરીને તેનું સેવન કરી શકો છો. તેનાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે અને ઇમ્યુનિટી પણ વધશે

જામુન ફીઝ:-

જો તમને તેનું ફિઝ બનાવીને પીવો છો તો પણ તે લાભ કરે છે. જાંબુનું સેવન કરવાની આ સ્ટાઇલિશ રીત છે. તેના માટે એક બાઉલમાં જાંબુનો ગર કાઢી લેવો. ત્યાર પછી સર્વ કરતી વખતે ગરને એક ગ્લાસમાં લેવો અને ઉપરથી સોડા ઉમેરવી. ગરમીના દિવસોમાં તમે ઠંડુ જાંબુ આ રીતે લઈ શકો છો.

જાંબુનો હલવો:-

ડાયાબિટીસના દર્દીને ઘણી વખત ગળ્યું ખાવાની ઈચ્છા થતી હોય છે. આ ઈચ્છા પૂરી કરવા માટે જાંબુનો હલવો ખાઈ શકાય છે. તેના માટે કોકોનેટ મિલ્ક, મધ અને ચીયા સીડ્સને મિક્સ કરો ત્યાર પછી તેમાં જાંબુનો ગર ઉમેરો.

જાંબુનો જ્યુસ:-

જાંબુનો જ્યુસ પીવાથી પણ ગ્લુકોઝ લેવલ કંટ્રોલમાં રહે છે. તેના માટે જાંબુનો ગર કાઢી અલગ રાખો તેમાં સંચળ અને મધ મિક્સ કરીને જ્યુસ બનાવો.

Latest Stories