પગના વાઢિયાથી છો પરેશાન?, તો આ બાબતો ધ્યાનમાં લો...

મોટે ભાગે શિયાળો ચાલુ થતાંની સાથે જ પગમાં ચીરા(વાઢિયા) પડવાની સમસ્યા ચાલુ થતી હોય છે. પણ અમુક લોકોને આ ચીરા પડવાથી બારેમાસ પીડાતા હોય છે.

Legs
New Update
મોટે ભાગે શિયાળો ચાલુ થતાંની સાથે જ પગમાં ચીરા(વાઢિયા) પડવાની સમસ્યા ચાલુ થતી હોય છેપણ અમુક લોકોને આ ચીરા પડવાથી બારેમાસ પીડાતા હોય છે. તો આજે એવી કેટલીક ઉપયોગી વાતો કરીશું જે તમને આ તકલીફ માથી છુટકારો આપવામાં મદદ કરશે. પગની એડીમાં પડતી તિરાડો ખૂબ પીડા આપે છે. કેટલાક લોકોને તો પગના ચીરા માથી લોહી પણ નીકળતું હોય છે. 

કેટલીક ઉપયોગી વસ્તુઓ જેનાથી મળશે રાહત :

મધ અને કેળાનો ઉપયોગ :

કેળાંને સૌ પહેલા મસળી નાખો. ત્યારબાદ એમાં મધ ભેગું કરીને તેને પગની એડીમાં જ્યાં કાપા પડ્યા હોય ત્યાં લગાવી દોલગભગ આ મિશ્રણને અડધો કલાક લગાવીને રાખો. ત્યારબાદ પગને હૂંફાળા પાણીથી ધોઈ નાખો. એકાદ બે અઠવાડીયા સુધી આ પ્રયોગ કરી જુઓ અવશ્ય આરામ મળશે .

લીંબૂ રસ અને વેસેલિનનો પ્રયોગ :

એક ચમચી વેસેલીન અને લીંબુનો રસ ભેળવીને મિશ્રણ તૈયાર કરો.  ત્યાર બાદ પગને ગરમ પાણીમાં 10 મિનિટ સુધી પલાળી રાખો. પછી આ પેસ્ટને પગની એડી પર લગાવો. આ પેસ્ટને આખી રાત લગાવીને રાખો અને સવારે પાણીથી પગ ધોઈ નાખો. આ ઉપાયથી પણ જરૂર તમને સારું પરિણામ મળશે.

મધ-ચોખાનો લોટ અને સરકો :

એક ચમચી મધ ,5-6 ટીપાં સરકો અને ચમચી ચોખાનો લોટની પેસ્ટ તૈયાર કરો.  10 મિનિટ સુધી પગને ગરમ પાણીમાં રાખીને ત્યારપછી પેસ્ટને પાની પર લગાવી દો. તેની પર 10 મિનિટ સુધી ધીમે ધીમે હાથ ફેરવો. પછી પાણીથી ધોઈ નાખો. રૂમાલથી પગ સાફ કરી ફ્રૂટ ક્રીમ લગાવો.ચીરામાં ઘણી રાહત આપશે.

#રાહત #વેસેલિન #લીંબૂ રસ #પગમાં ચીરા #વાઢિયા
Here are a few more articles:
Read the Next Article