દાંતની સફાઈ કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે જેથી દાંત અને પેઢા એકદમ સ્વસ્થ રહે. હેલ્થ એક્સપર્ટે આ અંગેનું સાચું કારણ જણાવ્યુ હતું.
દરેક લોકો સવારે પહેલા ઊઠીને દાંત અથવા તો મોઢાની સફાઈ કરે છે અને ત્યાર પછી જ કોઈ બીજું કામ કરે છે. દાંતને સાફ રાખવા માટે બ્રશ કરવું જરૂરી છે અને સાયન્સ પ્રમાણે 2 થી 3 મિનિટ સુધી બ્રશ કરવું જોઈએ.આપણામાંથી ઘણા લોકો એવા છે જે બ્રશ કરવાની સાચી રીતને જાણતા જ નથી. અને જેમ મન ફાવે તેમ બ્રશ કરતાં હોય છે જેથી તેના દાંતને નુકશાન થાય છે. આવી જ એક ખોટી રીત છે બ્રશને ટૂથપેસ્ટ લગાવતા પહેલા પાણીથી ભીનું કરવું. જો તમે પણ આવું કરો છો તો તમે ખોટું કરો છો.
બ્રશને ભીનું કરવાથી શું થાય છે..
બ્રશને ટૂથપેસ્ટ લગાવતા પહેલા ભીનું કરવાથી તેમાં ઝડપથી ફીણ થવા લાગે છે. ટૂથપેસ્ટમાં પહેલેથી જ પૂરતી માત્રામાં પાણી હોય છે અને જો તમે બ્રશને પણ ભીનું કરો છો તો તેમાં પાણીનું પ્રમાણ વધી જાય છે અને ઝડપથી ફીણ વળવા લાગે છે. આથી તમે જલ્દીથી ટૂથપેસ્ટને મોઢાની બહાર કરી દો છો. આથી બ્રશ સરખી રીતે થતું નથી અને દાંતમાં દુખાવા જેવી અનેક સમસ્યાઑ ઉદભવે છે.
બ્રશ ઉપર ધૂળ લાગી જાય તો શું કરવું?
ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે જો બ્રશને પાણીથી સાફ નહીં કરીએ તો તેના પર લાગેલી ધૂળને કેવી રીતે સાફ કરવી? તો બ્રશ પર ધૂળ ના લાગે એ માટે એક પ્લાસ્ટિકની કેપ આવે તે તેના પર લગાવી રાખવી જેથી કરીને ધૂળ તમારા બ્રશ સુધી પહોચે જ નહીં.
દિવસમાં કેટલી વાર બ્રશ કરવું?
આમ જોઈએ તો દિવસમાં એક વાર, પણ સારી રીતે બ્રશ કરીએ તો પણ સારું જ છે. પરંતુ જ્યારે આપણે સૂતા હોઈએ ત્યારે આપણાં મોઢામાં લાળ ઓછી બનતી હોય છે જેથી સાંજના જમ્યા પછી નો ખોરાક તમારા દાંતમાં ફસાઈ જતો હોય છે એટલા માટે સાંજે સૂતા પહેલા પણ બ્રશ કરવું જરૂરી છે.