Connect Gujarat
આરોગ્ય 

સ્કિન માટે ટોનર શા માટે જરૂરી, જાણો કેવી રીતે કરવો ઉપયોગ

સ્કિન માટે ટોનર શા માટે જરૂરી, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
X

કોઈ પણ એક્ટ્રેસ નું સ્કીન કેરનું રૂટિન તમે વાંચો તો તેમાં ફેશવોશ, ટોનર અને મોઈશ્ચરાઇઝરનો સમાવેશ અચૂક થતો હોય છે. જો કે હવે સિરમ, ફેશ ઓઇલ, જેલ જેવી અનેક સ્કીન કેરની વસ્તુઓ આવી ગઈ છે. પણ મુખ્ય વાત એ છે કે આ બધાની વચ્ચે એક વસ્તુ એવી જે ત્વચાની સંભાળ માટે અત્યંત જરૂરી છે અને તે છે ટોનર. ટોનરનો ઉપયોગ સુકામ જરૂરી છે અને તેને કેવીરીતે લગાવવું જોઈએ તે વિષે થોડી જાણકારી મેળવીએ.

ટોનર કેમ લગાવવું જોઈએ?

ટોનર લગાવવાથી ત્વચા હાઈડ્રેટ રહે છે. તેનો ઉપયોગ ડ્રાઈ સ્કિનને ગ્લોઇંગ બનાવે છે. જો તમારી ત્વચા વધારે પડતી ઓઇલિંગ હોય તો તે ઓઇલ ને કંટ્રોલ કરવાનું કામ કરે છે. ટોનર પીએચનું લેવલ પણ કંટ્રોલમાં રાખે છે. તેમજ ત્વચાના છિદ્રોને બંધ કરે છે ત્વચાના છિદ્રો બંધ થવાથી તેમાં કચરો નથી ભરતો. જેથી વ્હાઇટ હેડ્સ, બ્લેક હેડ્સ, અને ખીલની સમસ્યા દૂર થાય છે. ટોનર રોજ ફેશવોશ કરીને લગાવવું જોઈએ. ટોનર લગાવ્યા બાદ સિરમ કે ફેશક્રીમ લગાવવું જોઈએ. તમે દિવસે અને રાત્રે બંને ટાઈમ ટોનર લગાવી શકો છો. જો બે વાર ના લગાવવું હોય તો સવારે ઘરમાંથી બહાર નીકળો તે પહેલા અવશ્ય લગાવો.

Next Story