ગુજરાતમાં આજે પણ સાર્વત્રિક વરસાદની આગાહી છે. 6 જિલ્લામાં અતિભારે તો 10 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. નોંધનિય છે કે, મધ્યપ્રદેશના વિદર્ભ વિસ્તારમાં બનેલા ડિપ્રેશન અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં સક્રિય ટ્રફના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.
આ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ
- અમદાવાદ
- આણંદ
- બોટાદ
- ભાવનગર
- રાજકોટ
- સુરેન્દ્રનગર
હવામાન વિભાગે આજે રાજ્યના અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર
- કચ્છ
- મોરબી
- અમરેલી
- ભરૂચ
- અરવલ્લી
- ગાંધીનગર
- સાબરકાંઠા
- મહેસાણા
- પાટણ
- બનાસકાંઠા
વરસાદી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થતી હોવાથી ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ રહેશે ઉપરોક્ત જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. નોંધનિય છે કે ગાજવીજ સાથે વરસાદ વરસવાની સાથે પવનની ગતિ પણ વધી શકે છે. 50 કિમીની ઝડપે પવન ફુંકવાની સાથે આ 10 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા સાથે ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે.
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ, ભાવનગર સિવાય સૌરાષ્ટ્રના તમામ કોસ્ટલ જિલ્લાઓમાં પણ યલો એલર્ટ અમલમાં છે.
