‘પિયા તુ અબ તો આ જા’ અને ‘યે મેરા દિલ યાર કા દીવાના’ ગીતો સાંભળીને એક જ નામ મનમાં આવે છે અને તે છે હેલન. 60 અને 70ના દાયકામાં ફિલ્મોમાં તેના કેબરે ડાન્સ માટે જાણીતી હેલન લાંબા સમય બાદ પડદા પર પરત ફરવા જઈ રહી છે. સલમાન ખાનની સાવકી માતા છેલ્લે કરીના કપૂર સાથે ફિલ્મ હિરોઈનમાં જોવા મળી હતી.

દિગ્ગજ અભિનેત્રી 84 વર્ષની ઉંમરે ફિલ્મ ડેઈલી બેલીના દિગ્દર્શક અભિનવ દેવની ડ્રામા વેબ સિરીઝ ‘બ્રાઉન’થી પરત ફરશે. ‘બ્રાઉન’માં કરિશ્મા કપૂર પણ લીડ રોલમાં હશે. આ શ્રેણીની વાર્તા અભિક બરુઆના પુસ્તક ‘સિટી ઓફ ડેથ’ પર આધારિત છે. બ્રાઉન ફિલ્મમાં સૂર્યા શર્મા પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ વેબ સિરીઝ મહિલાઓ પર આધારિત હશે. આમાં હેલન અને કરિશ્મા જોરદાર અંદાજમાં જોવા મળશે. જોકે મેકર્સે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.