ભરૂચ: હાંસોટના વમલેશ્વર ગામ ખાતે શ્રી રેવા સંગમ તીર્થધામ વિકાસ મંડળ દ્વારા હિન્દુ ધર્મસભા યોજાઈ. ભરૂચ હાંસોટના વમલેશ્વર ગામ ખાતે શ્રી રેવા સંગમ તીર્થધામ વિકાસ મંડળ દ્વારા હિન્દુ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું .ધર્મસભામાં જબલપુર સંકેતધામ આશ્રમના સંત ગિરિશાનંદ સ્વામી સહીત સંતો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી

ભરૂચના વમલેશ્વરના શ્રી રેવા સંગમ તીર્થધામ વિકાસ મંડળ દ્વારા શ્રી રેવા સંગમ તીર્થધામનો વિકાસ થાય અને ધર્મપરિવર્તન ની ચાલતી પ્રવુતિઓ પર અંકુશ લાવવાના હેતુસર મધ્યપ્રદેશના જબલપુરના  સંકેતધામ આશ્રમના સંત ગિરિશાનંદ સ્વામી અને આરએસએસ ના વરિષ્ઠ પ્રચારક હરીશભાઈ રાવલના સાનિધ્યમાં હિન્દૂ ધર્મસભાનું શ્રી રેવા સંગમ તીર્થધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ હિન્દૂ ધર્મસભામાં સાધુ સંતો ,રાજકીય આગેવાનો તેમજ અંકલેશ્વર.હાંસોટ તથા સુરત અને મોટી સંખ્યામાં વમલેશ્વર ગામની આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા