કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે અપડેટ કરેલા આંકડા અનુસાર એક દિવસમાં 8,503 લોકો કોરોના વાયરસ પોઝિટિવ થવાની સાથે ભારતમાં સાજા થનારની સંખ્યા 3, 46, 74,744 થઈ ગઈ છે. ત્યારે એક્ટિવ મામલાની સંખ્યા વધીને 94,943 થઈ ગઈ છે. સવારે 8 વાગે અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર 624 નવા લોકોનું મોત થતા મરનારની સંખ્યા 4,74,735 થઈ ગઈ છે. ગત 43 દિવસથી નવા કોરોના વાયરસ સંક્રમણોમાં દૈનિક વૃદ્ધિ 15000ની નીચે નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે એક્ટિવ કેસની સંખ્યા વધીને 94, 943 થઈ છે. જ્યારે કુલ સંક્રમણ દર 0.27 ટકા છે. આ માર્ચ 2020 બાદ સૌથી ઓછા છે. ત્યારે રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ 98.36 ટકા નોંધવામાં આવ્યો છે. જે માર્ચ 2020 બાદ સૌથી વધારે છે. ગત 24 કલાકમાં એક્ટિવ કેસના મામલાની સંખ્યામાં 201 મામલાની વૃદ્ધિ થઈ છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.66 ટકા નોંધાયો હતો. ગત 67 દિવસથી આ 2 ટકાથી પણ ઓછો છે. અઠવાડિક સંક્રમણ દર 0.72 ટકા નોંધવામાં આવ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર ગત 26 દિવસોથી આ 1 ટકાની નીચે છે.
દેશમાં 24 કલાકમાં કોરોનાના 8.5 હજાર નવા કેસ સામે આવ્યા, રિકવરી રેટમાં ઘણો સુધારો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે અપડેટ કરેલા આંકડા અનુસાર એક દિવસમાં 8,503 લોકો કોરોના વાયરસ પોઝિટિવ થવાની સાથે ભારતમાં સાજા થનારની સંખ્યા 3, 46, 74,744 થઈ ગઈ છે.
