ગુજરાતમાં કોરોના બાદ હવે મ્યુકોરમાઇકોસીસ પણ મહામારી તરીકે ઘોષિત

New Update
ગાંધીનગર : CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતમાં મ્યુકોર માયરોસિસના રોગને મહામારી ઘોષિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ રોગચાળા અંગે વિશદ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.

આ વિશદ ચર્ચાઓ દરમ્યાન એમ પણ જણાવવામાં આવ્યું કે એપીડેમિક ડીસીઝ એક્ટ 1857 અન્વયે આ રોગ ને મહામારી જાહેર કરવામાં આવેલો છે. આ સંદર્ભમાં હવે આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સ્ક્રીનીંગ ડાયગનોસિસ અને ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ આઇ સી એમ આર દ્વારા આ રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઈડ લાઇન્સનું પાલન કરવાનું રહેશે. આ રોગ ના શંકાસ્પદ તેમજ કનફ્રમ કેસોની વિગતો ભારત સરકાર ને સમયાંતરે મોકલવાની રહેશે

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતમાં મ્યુકોર માયરોસિસના રોગને મહામારી ઘોષિત કરવા માં આવી છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ રોગચાળા અંગે વિશદ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.

Latest Stories