મહારાષ્ટ્રના ગૃહ વિભાગે અભિનેતા સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનની સુરક્ષા વધારી દીધી છે. આ સમયે આરી ઓફિસર સલમાન ખાનના ઘરે પહોંચી ગયા છે. જણાવી દઈએ કે, 5 જૂને સલમાન અને સલીમ ખાનને ધમકીભર્યો પત્ર મોકલવામાં આવ્યો હતો, ત્યારબાદ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે તેની તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, સંગીતકાર સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. અહેવાલ મુજબ, ગાયકની હત્યા લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલી છે, જેના કારણે સલમાનના જીવને પણ જોખમ હોવાનું કહેવાય છે. સિદ્ધુની હત્યાના છ દિવસ પછી, સલીમ ખાનને રવિવારે સવારે લગભગ 8 વાગ્યે ધમકીભરી નોટ મળી. તમને જણાવી દઈએ કે સલીમ ખાન આ સમયે ઘણીવાર જોગિંગ માટે બહાર જાય છે.