/connect-gujarat/media/post_banners/bf1b1cb669e47d959c47eba27deef9c9a78f56a6ab489158ddc27aa20a0b4353.webp)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે છે, આજે સવારે પીએમ મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ સમિટ 2024નું ઉદઘાટન કરશે, ગુજરતમાં દર બે વર્ષે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામા આવે છે, આ વખતે વાઇબ્રન્ટ સમિટની 10મી એડિશન છે. આ પહેલા અમે તમને અહીં આજે વડાપ્રધાન મોદીના આખા શિડ્યૂલની માહિતી આપી રહ્યાં છીએ, જાણો અહીં મિનીટ ટૂ મિનીટ કાર્યક્રમ...
આજે પીએમ મોદી ગાંધીનગરમાં છે, અને અહીં તેનો મિનીટ ટૂ મિનીટ કાર્યક્રમ આપવામાં આવ્યો છે, જાણો
આજે 10 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મિનીટ ટૂ મિનીટ કાર્યક્રમ -
- 9 કલાકે રાજભવનથી PM મોદી મહાત્મા મંદિર જવા નીકળશે.
- 9:10 કલાકે PM મોદી મહાત્મા મંદિર પહોંચશે.
- 9:15 થી 9:35 કલાક દરમિયાન 3 ગ્રુપ ફોટોગ્રાફ સેશન થશે.
- 9:40થી 12:15 કલાક દરમિયાન 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટનું પીએમ મોદી ઉદઘાટન કરશે.
- 12: 15થી 1: 40 દરમિયાન મહાનુભાવો સાથે PM મોદી ભોજન કરશે.
- 1:40થી 1:50 દરમિયાન અધિકારીઓ સાથે પીએમ મોદી બ્રિફિંગ કરશે.
- 1:50થી 2:20 ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી સાથે મંત્રણા કરશે.
- 2:30થી 2:45 ગ્લૉબલ સીઇઓ સાથે પીએમ મોદી બેઠક કરશે.
- 2:45થી 4:45 કલાકનો સમય અનામત રખાયો છે.
- 4:50 કલાકે ગિફ્ટ સિટી જવા રવાના થશે.
- 5:10 કલાકે PM મોદી ગિફ્ટ સિટીમાં પહોંચશે.
- 5:15થી 6:45 કલાક દરમિયાન ગ્લૉબલ ફિંટેલ લીડરશિપ ફૉરમના કાર્યક્રમમાં હાજરી આપશે.
- 6:50 કલાકે ગિફ્ટ સિટીથી PM મોદી એરપોર્ટ જવા નીકળશે.
- 7:15 કલાકે PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચશે.
- 7:20 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે.
- 8:45 કલાકે PM મોદી દિલ્હી પહોંચશે.
PM નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ સમિટનું કરશે ઉદ્ધાટન, 34 દેશ અને 16 સંસ્થાઓ થશે સામેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કરશે. 10મી ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ વર્ષની વાઇબ્રન્ટ સમિટની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર છે. સમિટમાં 34 દેશો અને 16 સંસ્થાઓ ભાગ લેશે.