મિઝોરમના આઝોલમાં પથ્થરની ખાણ ધસી પડતા 15 લોકોના મોત થઈ ગયા છે અને કેટલાક લોકો ગુમ થયા છે. પોલીસે જણાવ્યું છે કે, આ ઘટના સવારે ભારે વરસાદની વચ્ચે થઈ છે. શહેરના દક્ષિણી બહારી વિસ્તારમાં મેલથુમ અને હિલીમેની વચ્ચે આ દુર્ઘટના થઈ. ભારે વરસાદનું કારણ ચક્રવાતી તોફાન રેમલ હોવાનું કહેવાય છે, જેણે આખા રાજ્યમાં તબાહી મચાવી છે.
પોલીસે પીટીઆઈને જણાવ્યું છેકે, મૃતકોની લાશ જપ્ત કરી છે, પણ હાલમાં કેટલાય લોકો કાટમાળમાં ફસાયેલા છે. આગળ જણાવ્યું છેકે, ભારે વરસાદના કારણે બચાવ કાર્ય પ્રભાવિત થઈ રહ્યું છે. મળેલી જાણકારી અનુસાર, 15 મૃતકોમાંથી 3 અન્ય રાજ્યના છે.
અધિકારીઓએ પીટીઆઈ સાથે વાત કરતા જણાવ્યું છે કે રેમલ તોફાનના કારણે રાજ્યભરમાં કેટલીય જગ્યા પર ભૂસ્ખલન થયા છે. તેના કારણે આંતર રાજ્ય રાજમાર્ગ પણ બાધિત થયા છે. આગળ જણાવ્યું છે કે, હુન્થરમાં નેશનલ હાઈવે 6 પર ભૂસ્ખલનના કારણે આઈઝોલનો સંપર્ક કપાઈ ચુક્યો છે.
જાહેરાત