રશિયામાં મંગળવારે એક રશિયન વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. દુર્ઘટના સમયે વિમાનમાં 15 લોકો સવાર હતા. આ ઘટના વિશે માહિતી આપતા રશિયાએ કહ્યું કે તેનું એક ઇલ્યુશિન IL-76 લશ્કરી કાર્ગો એરક્રાફ્ટ મંગળવારે ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ થયું હતું. આ દુર્ઘટના સમયે વિમાનના એક એન્જિનમાં આગ લાગી હતી જેના કારણે આ દુર્ઘટના થઈ હતી. દુર્ઘટના સમયે વિમાનમાં 15 લોકો સવાર હતા.
રશિયન સોશિયલ મીડિયા નેટવર્ક પર એક વાયરલ વિડિયોમાં બતાવે છે કે વિમાન સળગતા એન્જિન સાથે નીચે જઈ રહ્યું છે. જ્યારે હેલિકોપ્ટર ચક્કર લગાવી રહ્યું હતું ત્યારે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉછળતા જોવા મળ્યા હતા.
રશિયાની સરકારી સમાચાર એજન્સી તાસના જણાવ્યા અનુસાર કાર્ગો પ્લેનમાં 8 ક્રૂ મેમ્બર અને સાત પેસેન્જર હતા. ટેક ઓફ થતાં જ તેના ડાબા એન્જિનમાં આગ લાગી ગઈ. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્લેનમાં હાજર કોઈ પણ બચ્યું નથી. જો કે, આ સંબંધમાં હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. ઇવાનવો વિસ્તારથી યુક્રેનની સરહદ લગભગ 700 કિલોમીટર દૂર છે.