ઉત્તરકાશીમાં ઠંડીના કારણે 5 ટ્રેકર્સના મોત, 8 ટ્રેકર્સ હજુ પણ લાપતા !

ઉત્તરકાશીમાં 4400 મીટરની ઉંચાઈ પર આવેલ સહસ્ત્રતાલ ટ્રેકિંગ માટે ગયેલા 22 સભ્યોના ગ્રુપમાંથી 5 સભ્યો ઠંડીને કારણે મોતને ભેટ્યા હતા. ટીમના 8 સભ્યોની તબિયત ખરાબ છે.

New Update
uttarkashi
ઉત્તરકાશીમાં 4400 મીટરની ઉંચાઈ પર આવેલ સહસ્ત્રતાલ ટ્રેકિંગ માટે ગયેલા 22 સભ્યોના ગ્રુપમાંથી 5 સભ્યો ઠંડીને કારણે મોતને ભેટ્યા હતા. ટીમના 8 સભ્યોની તબિયત ખરાબ છે. તેમનું રેસ્ક્યુ કરવા માટે જમીન અને હવાઈ માર્ગે પ્રયાસો ચાલુ છે.જીવ ગુમાવનાર ચાર સભ્યોના મૃતદેહ હજુ પણ ટ્રેકિંગ રુટ પર છે.
4 જૂને જ તેમનું મોત થયું હતું. બાકીના 10 ટ્રેકર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જો કે, તેમની તબિયત અંગે હજુ સુધી કોઈ અપડેટ મળ્યું નથી. SDRF ઉત્તરાખંડ પોલીસની બે ટીમોને બચાવ માટે દેહરાદૂનથી મોકલવામાં આવી છે. આ સાથે MI-17 હેલિકોપ્ટર સાથેની ટીમને બેકઅપ તરીકે રાખવામાં આવ્યા છે. કમાન્ડર મણિકાંત મિશ્રાએ બ્રીફિંગ બાદ રેસ્ક્યૂ માટે ટીમો મોકલી હતી.
Latest Stories