/connect-gujarat/media/post_banners/3fbb2d1608cef68fe2cf810aa4cedefa05fac5a8d2425d5129cd018592823fc0.webp)
રાજ્યમાં 7 આઈએસ અધિકારીની બદલી કરવામાં આવી છે. જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં કમલ દાયાણી,એમ કે દાસ,મોના ખાંધાર,અશ્વિની કુમાર, મનિષ ભારદ્વાજ, આરતી કુંવર, રાજ કુમાર બેનિવાલનો સમાવેશ થાય છે. કમલ દાયાણીને ACS Gasdમાં મુકાયા છે. એમ કે દાસની ACS મહેસુલમાં બદલી થઈ છે. આ ઉપરાંત એમ કે દાસને ACS વાહન વ્યવહારનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.
જ્યારે મોના ખાંધારને અગ્ર સચિવ પંચાયત તરીકે મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત મોના ખંધારને અગ્ર સચિવ મહેસુલનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. અશ્વિની કુમારની અગ્ર સચિવ શહેરી વિકાસ તરીકે બદલી થઈ છે. અશ્વિની કુમારને યુવા અને રમત ગમત વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સોંપાયો છે. મનીષ ભારદ્વાજને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો વધારાનો હવાલો સોંપાયો છે. આરતી કંવરને નાણાં વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે. રાજકુમાર બેનીવાલને પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટની સાથે ગુજરાત મેરિટાઈમ બોર્ડનો હવાલો સોંપાયો છે.