/connect-gujarat/media/post_banners/54d655c6f1d4340ee082ddf86db7182a6b41ea414468fd26b1aa779ca1a5b4bd.webp)
વર્ષ 2019માં આઝમ ખાન વિરુદ્ધ કુલ 84 કેસ નોંધાયા હતા. જેમાંથી મોટા ભાગના કેસ કોર્ટમાં હાલમાં પેન્ડિંગ છે. અત્યાર સુધીમાં કુલ 5 કેસમાં ચુકાદો આવી ચૂક્યો છે. જેમાંથી ત્રણ કેસમાં આઝમખાનને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જ્યારે બે કેસમાં આઝમ ખાનને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.ડુંગરપુર કેસમાં રામપુરના એમપી-એમએલએ કોર્ટે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને આઈપીસીની કલમ 427, 504, 506, 447 અને 120બી હેઠળ દોષી જાહેર કરીને સાત વર્ષની જેલની સજા ફટકારી છે.
બાકીના ગુનેગારોને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આઝમ ખાનની સાથે નગરપાલિકાના ભૂતપૂર્વ અધ્યક્ષ અઝહર અહેમદ ખાન, કોન્ટ્રાક્ટર બરકત અલી અને નિવૃત્ત સીઓ અલ હસનને પણ કોર્ટે દોષી ઠેરવીને પાંચ વર્ષની સજા ફટકારી છે. કેસના ચુકાદાની સુનાવણી દરમિયાન સપા નેતા આઝમ ખાન, સીતાપુર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહ્યાં હતા.