દિલ્હીના જહાંગીરપુરીમાં શુક્રવારે મોડી સાંજે એક દુર્ઘટના સર્જાઇ હતી.
જહાંગીરપુરી વિસ્તારમાં આવેલી એક ઈમારત જોતજોતામાં ધરાશાયી થઈ હતી. તાત્કાલિક લોકોએ પોલીસને સૂચના આપી હતી. સૂચના મળતા પોલીસ ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ આવી પહોંચી હતી. હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. કાટમાળમાં દટાયેલા છ લોકોને બહાર કાઢ્યા છે અને તેમને હોસ્પિટલે પહોંચાડ્યા છે. તેમાંથી ત્રણ લોકોને ડોક્ટર્સે મૃત જાહેર કર્યા છે, જ્યારે ત્રણ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
દિલ્હી પોલીસે જણાવ્યું કે, ગુરુવાર સાંજના સમયે દુર્ઘટનાની સૂચના મળી હતી. સૂચના મળતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને એનડીઆરફની ટીમ ઘટનાસ્થળે આવી ગઈ. બંને ટીમે રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરી દીધું છે. અને છ લોકોને કાટમાળમાંથી કાઢ્યા છે. આ છ લોકોમાંથી ત્રણ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ત્રણ લોકોની સારવાર ચાલી રહી છે.