Connect Gujarat
દેશ

મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે એક ખાનગી ચાર્ટર્ડ પ્લેનએ ગુમાવ્યો કાબૂ, આઠ લોકો ઘાયલ

મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે એક ખાનગી ચાર્ટર્ડ પ્લેનએ ગુમાવ્યો કાબૂ, આઠ લોકો ઘાયલ
X

મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે એક ખાનગી ચાર્ટર્ડ પ્લેન રનવે પરથી લપસી ગયું હતું. વિમાનમાં 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. દુર્ઘટના દરમિયાન વિમાનના બે ટુકડા થઈ ગયા હતા. ઘટનાસ્થળે તરત જ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. અકસ્માતમાં આઠ લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ જણાવ્યું છે કે VSR વેન્ચર્સ લિઅરજેટ 45 એરક્રાફ્ટ VT-DBL વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું. પ્લેન મુંબઈ એરપોર્ટના રનવે 27 પર લેન્ડિંગ કરી રહ્યું હતું. ત્યારે અકસ્માત થયો અને તે રનવે પરથી સરકી ગયું. ઘટના સમયે, ભારે વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે એરપોર્ટ પર વિઝિબિલિટી માત્ર 700 મીટર હતી.

વિમાન દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. દુર્ઘટના બાદ રનવે થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, જે બાદમાં ફરી ખોલવામાં આવ્યો હતો. હાલ મુંબઈ એરપોર્ટ પર તમામ ગતિવિધિ સામાન્ય છે. જ્યાં વિમાન લપસી ગયું તે રનવે પર કામગીરી સામાન્ય છે.

Next Story