રાજ્યમાં કડકડતી ઠંડીનો દોર થયો શરૂ, 11 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું

New Update
રાજ્યમાં કડકડતી ઠંડીનો દોર થયો શરૂ, 11 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું

રાજ્યમાં કડકડતી ઠંડીનો દોર શરૂ થયો છે. બુધવારે રાજ્યના 11 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં શિયાળાની સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. નલિયામાં લઘુતમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું અને માત્ર બે દિવસમાં 4.6 ડિગ્રી જેટલો પારકો ગગડયો છે.

તો અમદાવાદમાં શહેરોમાં લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય કરતા ત્રણ ડિગ્રી વધુ હતું. તો ડીસામાં 14.6 ડિગ્રી અને ભુજમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગરમાં 16 ડિગ્રી, રાજકોટમાં 16.6 ડિગ્રી, અમરેલીમાં 17.8 ડિગ્રી તાપમાન રહ્યું, તો દ્વારકામાં 18.4 ડિગ્રી, પોરબંદરમાં 18.6, વડોદરામાં 18, અને ભાવનગરમાં 19.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Latest Stories