/connect-gujarat/media/post_banners/0c4bbc7f2893a9a58451f722325ce8d654210d9e4c6427eb67969474cd3a6db5.webp)
આજે સાંજે 6 વાગ્યાના સુમારે દમણના પાતલીયા તળાવમાં ન્હાવા પડેલા એક 30 વર્ષીય યુવક ડૂબી જતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસ અને ફાયરના જવાનોને કરતા પોલીસ અને ફાયરની ટીમનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તળાવમાંથી યુવકની લાશ બહાર કાઢી હતી. પોલીસે મૃતકની લાશનો કબ્જો લઈને તેને પીએમ અર્થે મરવડ સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી.
સ્થાનિક લોકોની ચર્ચા મુજબ તળાવ ખુબ ઊંડું હોય અને ઉનાળામાં તળાવ સુકાવાને કારણે કાદવ કીચડની પણ ભરમાર હોય યુવક તળાવમાં નહાવા પડયા બાદ કાદવ કીચડમાં ફસાઈ જવાને કારણે મોતને ભેંટ્યો હોય તેવું લાગી રહ્યું છે. હાલ તો આ યુવક કોણ હતો, સ્થાનિક હતો કે સહેલાણી હતો, તે એકલો જ તળાવમાં નહાવા પડ્યો હતો અથવા તેની સાથે અન્ય કોઈ હતું, તે અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે